Shravani Upakarma Vidhi


શ્રાવણી પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણો શાસ્ત્રોક્ત વિધિથી સમૂહમાં નૂતન યજ્ઞોપવિત ધારણ કરે છે. ઘણા બ્રાહ્મણો વ્યસ્ત જીવનશૈલીના કારણે સમૂહ કાર્યક્રમમાં ભાગ લઇ શકતા નથી. ઘણીવાર ભારતની બહાર રહેતા ભૂદેવો પણ સંક્ષિપ્ત વિધિનો આગ્રહ રાખતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અહીં નૂતન યજ્ઞોપવિત ધારણની સંક્ષિપ્ત વિધિ રજૂ કરેલ છે.

ધોતી પહેરી, ખુલ્લા શરીરે પૂર્વ દિશામાં મુખ રહે એમ બેસવું.
[ 1 ] જમણા હાથમાં પાણી લઈને ત્રણ વખત આચમન કરવા.
[ 2 ] ગાયત્રી મંત્ર બોલીને ત્રણ પ્રાણાયામ કરવા.
[ 3 ] દિપક અને અગરબત્તી પ્રગટાવવા.
[ 4 ] જમણા હાથમાં જળ રાખીને સંકલ્પ કરવો.
ૐ વિષ્ણુ ર્વિષ્ણુ ર્વિષ્ણુ (વર્તમાન સંવત) વિક્રમ સંવંત શિવ પ્રિય શ્રાવણ માસે શુક્લ પક્ષે પૂર્ણિમા તિથૌ (વાર) વાસરે (ગોત્રનું નામ) ગોત્ર ઉત્પન્નસ્ય અહમ શ્રોતસ્માર્ત કર્માનુષ્ટાન સિધ્યર્થમ નૂતન યજ્ઞોપવિત ધારણમ અહમ કરિષ્યે... (જળ તરભાણીમાં મૂકવું)

[ 5 ] ત્યારબાદ ડાબા હાથમાં નૂતન જનોઈ રાખી – જમણા હાથની આંગળીઓ વડે એના પર જળ છંટકાવ કરવો અને નીચેનો મંત્ર બોલવો :
ૐ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતોપિ વા ।
યઃ સ્મરેતપુંડરીકાક્ષ સ બાહયાભ્યંતરઃ શુચિ: ॥

[ 6 ] ત્યારબાદ જનોઈ ઉપર જમણા હાથની હથેળી ઢાંકી 5 વખત ગાયત્રી મંત્ર બોલવો.
[ 7 ] ત્યારબાદ જમણો હાથ લઈ લેવો અને ડાબા હાથમાં જે જનોઇ રહેલી છે એના પર આવહયામિ સ્થાપયામિ બોલી જમણા હાથ વડે થોડા થોડા ચોખા પધરાવવા :
ૐ પ્રથમ તંતો:  ઓમકારાય નમઃ - ઓમકારમ આવહયામિ સ્થાપયામિ
ૐ દ્વિતીય તંતો: અગ્નયે નમઃ - અગ્નિમ આવહયામિ સ્થાપયામિ
ૐ તૃતીય તંતો: નાગેભ્યો નમઃ - નાગમ આવહયામિ સ્થાપયામિ
ૐ ચતુર્થ તંતો: સોમાય નમઃ - સોમમ આવહયામિ સ્થાપયામિ
ૐ પંચમ તંતો: પિતૃભ્યો નમઃ - પિતૃન આવહયામિ સ્થાપયામિ
ૐ ષષ્ઠમ તંતો: પ્રજાપતયે નમઃ - પ્રજાપતિમ આવહયામિ સ્થાપયામિ
ૐ સપ્તમ તંતો: અનિલાય નમઃ - અનિલમ આવહયામિ સ્થાપયામિ
ૐ અષ્ટમ તંતો: યમાય નમઃ - યમામ આવહયામિ સ્થાપયામિ
ૐ નવમ તંતો: વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ - વિશ્વાન દેવાન આવહયામિ સ્થાપયામિ
ગ્રંથિ મધ્યે બ્રહ્મા વિષ્ણુ રૂદ્રેભ્યો નમઃ - બ્રહ્માવિષ્ણુરુદ્રાન આવહયામિ સ્થાપયામિ

[ 8 ] ત્યારબાદ નૂતન જનોઈ ઉપર ચંદન, ચોખા, ફૂલ પધરાવી નીચેનો મંત્ર બોલવો
આવાહિત યજ્ઞોપવિત દેવતાભ્યો નમઃ I
ગંધમ અક્ષત પુષ્પાણિ સમર્પયામિ II

[ 9 ] ત્યારબાદ જનોઈને બે હાથની આંગળીમાં ભરાવી હાથ ઊંચા કરી સૂર્યને બતાવી 11 વખત ગાયત્રી મંત્ર બોલવો. ત્યારબાદ ગળામાં માળાની જેમ જનોઈ પહેરવી અને પછી જમણો હાથ જનોઈમાથી બહાર કાઢી ડાબા ખભા પર રહે એમ જનોઈ ધારણ કરવી.
નીચેનો મંત્ર બોલવો :
ૐ યજ્ઞોપવિતમ પરમં પવિત્રમ
પ્રજાપતેર્યત્સહજં પુરસ્તાત ।
આયુષ્યમગ્રમ પ્રતિમુંચ શુભ્રમ
યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજ ॥

[ 10 ] નૂતન જનોઈ ધારણ કર્યા પછી
ચમચીમાં પાણી ભરીને સૂર્ય ને ત્રણ અર્ધ્ય આપવા:
ૐ સૂર્યાય નમઃ I ૐ રવયે નમઃ I ૐ ભાસ્કરાય નમઃ I

[ 11 ] નીચેનો મંત્ર બોલી જૂની જનોઈ પર ફૂલ ચોખા મૂકવા
એતાવાદીનપર્યંતમ બ્રહ્મત્વધારીતં મયા ।
જીર્ણત્વાત્ત્પરિત્યાગો ગચ્છ સૂત્ર યથા સુખમ ॥
(જૂની જનોઈ વહેતા જળમાં અથવા યોગ્ય જગ્યાએ વિસર્જિત કરવી)

[ 12 ] ત્યારબાદ જમણા હાથમાં જળની ચમચી ભરી અને નીચેનો સંકલ્પ કરવો
નૂતન યજ્ઞોપવિત ધારણ નિમિતાંગ (જપ સંખ્યા)
જપ સંખ્યાનામ ગાયત્રી મંત્ર અહમ કરીષ્યે II
(જપ સંખ્યાની જગ્યાએ જેટલા ગાયત્રી મંત્ર જપ કરવા હોય તે સંખ્યા બોલવી)

Comments

Popular posts:

12 Moon Sign and their Personality